મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી : પ્રેમિકાના માથા પર કુહાડીના ઘા માર્યા, મૃતદેહને કુંવામાં ફેંક્યો, 80 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

Amreli News : અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં અઢી માસ પહેલા પ્રેમીએ ઘરે કંકાસ થવાના કારણે પ્રેમિકાની કુ

અમરેલી : પ્રેમિકાના માથા પર કુહાડીના ઘા માર્યા, મૃતદેહને કુંવામાં ફેંક્યો, 80 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

Amreli News : અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં અઢી માસ પહેલા પ્રેમીએ ઘરે કંકાસ થવાના કારણે પ્રેમિકાની કુહાડી મારી હત્યા નિપજાવી તેનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. રાજુલા પોલીસે આ ઘટાનામાં હત્યારા પોલીસને દબોચી લીધો છે. 

25-12-2024ના રોજ મહિલા ગુમ થઈ હતી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં અઢી માસ પહેલા ગુમ થયેલી મહિલાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અઢી માસ પહેલા રાજુલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી જેમાં 

રાજુલા પોલીસ સ્ટેશનમાં અઢી મહિના પહેલા 25-12-2024ના રોજ સોનલબેન કિશીનભાઈ ચુડાસમા નામની મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ તેની માતાએ  લખાવી હતી. રાજુલા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુમ થનારી મહિલા અંગે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. 

પ્રેમી ભાવેશે પ્રેમિકાની હત્યા કરી હોવાની કરી કબૂલાત 

રાજુલા પોલીસને માહિતી મળી હતી કે ગુમ મહિલાને બાબરીયાધાર ગામના ભાવેશભાઈ રૂખડભાઈ પરમાર સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમસંબંધ હતો અને ભાવેશની પેલી પત્ની અને ગુમ સોનલબેન વચ્ચે અવાર નવાર અણબનાવો બનતા હતા અને છેલ્લે ભાવેશ સાથે ગુમ મહિલા સોનલબેન જોવા મળ્યા હતા.

ગુમ મહિલા અંગે તેના પ્રેમી ભાવેશ પર શંકા જતા પોલીસે તેને બોલાવી યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા  ભાવેશે સોનલબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.  

પ્રેમિકાના માથા પર કુહાડીના ઘા માર્યા, મૃતદેહને કુંવામાં ફેંક્યો

આજથી અઢી મહિના પહેલા સાંજના સમયે બાબારીયાધાર ગામની સીમમાં અવાવરૂ જગ્યા પર સોનલબેનને લઈ જઈ માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી હતી તેમજ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો અને કુવા ઉપર ઝાડી જાખરા નાખી દીધા હતા. આ ઉપરાંત ભાવેશે સોનલે પેહરેલા કપડા સળગાવી દીધા હતા. 

હત્યારા પ્રેમી ભાવેશની ધરપકડ 

હત્યા જેવી ઘટનાની ગંભીરતા સમજી સાવરકુંડલા એ.એસ.પી.વલય વૈદ્ય, રાજુલા પી.આઈ.સહિત મામલતદારની ટીમ સાથે બાબરીયાધાર સીમમાં સીમમાં પોહચી અવાવરૂ કુવામાંથી એક માનવકંકાલ  મળી આવતા રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે 31 વર્ષીય આરોપી ભાવેશ રૂખડભાઈ પરમારની ધરપકડ કરી હતી. 

SPએ રાજુલા પોલીસની કામગીરીની પ્રસંશા કરી 

80 દિવસ પહેલા થયેલી હત્યાના કેસમાં રાજુલા પોલીસે  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાની માહિતી અમરેલીના નવનિયુક્ત SP સંજય ખરાતને મળતા તેઓ રાજુલા પહોચ્યાં હતા અને  રાજુલા પી.આઈ.ની ટીમ, પોલીસ સ્ટાફને અભિનંદન આપી પ્રોત્સાહન આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો