બોટાદમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા બે શખ્સની પોલીસે કરી ધરપકડ
બોટાદમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા

બોટાદમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાની ગઢડા પોલીસે ગઢડા, બોટાદ અને લાઠી પંથકમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગઢડા શહેર અને તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો : VIDEO: ભાવનગરમાં દુધાળા પશુની ચોરીથી પશુપાલકોમાં ફફડાટ, ચોરોના આંટાફેરા CCTVમાં થયા કેદ
ગઢડા પોલીસે ગઢડા તાલુકના અલગ અલગ વિસ્તારોમાંથી વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા રોહિશાળા ગામના દિપક દલસુખભાઈ સાથળીયા અને રોહિત વલ્લભભાઈ સાથળીયાને દબોચી લીધા છે. બોટાદ, ગઢડા, ઢસા અને લાઠી પંથકમાંથી કુલ 28 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ચોરી કરેલ રૂ. 1.59 લાખનો મુદ્દામાલ રીકવર કરીને છોટા હાથી ટેમ્પો, ધાર્યું, પક્ડક - પાનું કબ્જે કર્યુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




