BHARUCH : જંબુસરમાં હોસ્પિટલની લેબમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 6 AC અને લેપટોપ સાથે બેની ધરપકડ
Jambusar Bharuch News : ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલમાં કોરોન

Jambusar Bharuch News : ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલમાં કોરોના રોગચાળા સમયે RTPCR ટેસ્ટિંગ માટે એક લેબ બનવવામાં આવી હતી. આ લેબમાંથી 6 AC અને લેપટોપની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
જંબુસર ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગ લેબમાંથી 6 AC અને એક લિનોવો કંપનીની લેપટોપ ચારૉય થયાની ફરિયાદ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આ ચોરી કરનાર જંબુસરના ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલની ધરપકડ કરી છે. આ બંને પાસેથી 6 AC અને લેપટોપ સાથે કુલ રૂ.1,71,000/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલમાં અવર-જવર કરતા હતા તે દરમિયાન દરમ્યાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં RTPCR ટેસ્ટિંગ લેબોરેટરીમાં લગાવેલ કુલ છ એસી તથા એક લીનોવો કંપનીનું લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપી AC રીપેરીંગની કામ કરતો હતો
મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં છ એસી પૈકી ચાર AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ રાખેલ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા બે AC, ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ કુલ રૂ.1.71 લાખના ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






