મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સતત બીજા દિવસે રાજ્યમાંથી ગાંજો ઝડપાયો, સિદ્ધપુર પોલીસે શખ્સને દબોચ્યો

રાજ્યમાંથી સતત બીજા દિવસે હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. ગત રોજ અમદાવાદ અને વલસાડમાંથી ગાંજાના મોટા જથ્થાને

સતત બીજા દિવસે રાજ્યમાંથી ગાંજો ઝડપાયો,  સિદ્ધપુર પોલીસે શખ્સને દબોચ્યો

રાજ્યમાંથી સતત બીજા દિવસે હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. ગત રોજ અમદાવાદ અને વલસાડમાંથી ગાંજાના મોટા જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી પોલીસે ગાંજો ઝડપ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લાની સિદ્ધપુરમાંથી પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ગાંજો ઝડપ્યો છે.

સૂકા ગાંજાનો જથ્થો દબોચ્યો

સિદ્ધપુર પોલીસને ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી જેને લઈને પોલીસે દરોડા પાડ્યા હતા. કેમ્પ વિસ્તારના રહેણાંક મકાનમાંથી 2 કિલો 338 ગ્રામ સૂકો ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.

આ પણ વાંચો: લ્યો બોલો: હળવદના ગ્રામ્ય પંથકમાંથી પાંચ નકલી ડોક્ટરો ઝડપાયા, સંખ્યાબંધ લોકોની કરી નાખી સારવાર

મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ગાંજાના જથ્થા સહિત બે મોબાઇલ મળી કુલ 31 હજાર 380 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.પોલીસે પ્રકાશ ઉર્ફે વિપુલ દિપકભાઈ બોચિયા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો