મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિદ્ધપુર: GIDCની ફેક્ટરીમાં પોલીસ અને પાટણ ફુડ વિભાગના દરોડા, શંકાસ્પદ 16.52 લાખનો ઘીનો જથ્થો જપ્ત

સિદ્ધપુરમાં સ્થાનિક પોલીસ અને પાટણ ફુડ વિભાગે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે GIDCના પ્લોટ નં

સિદ્ધપુર: GIDCની ફેક્ટરીમાં પોલીસ અને પાટણ ફુડ વિભાગના દરોડા, શંકાસ્પદ 16.52 લાખનો ઘીનો જથ્થો જપ્ત

સિદ્ધપુરમાં સ્થાનિક પોલીસ અને પાટણ ફુડ વિભાગે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  GIDCના પ્લોટ નંબર-237માં નકલી ઘી બનતું હોવાની જાણ પોલીસ અને પાટણ ફૂડ વિભાગને મળી હતી. બાતમી મળ્યા બાદ સિદ્ધપુર પોલીસ અને પાટણ વિભાગની ટીમે આ  પ્લોટમાં બનાવેલા ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આખું ગોડાઉન ડબ્બાથી ભરેલું હતું, તેમજ કેટલીક સામગ્રીનો જથ્થો પણ જોવા મળ્યો હતો.

ફુડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના નમૂના લેબમાં મોકલ્યા સેમ્પલ

ફુડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. ડેરીવાલા પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી આ શંકાસ્પદ જથ્થઓ મળ્યો હતો.

જથ્થો જપ્ત

15 કિલો ઘીનાં 150 ડબ્બા    2250 કિલો(જથ્થો)
જૈનમ બ્રાન્ડ ગાયનું ઘી પ કિલોના 32 ડબ્બા    160 કિલો
જૈનમ એક કિલો ગાયના ઘીનાં જાર 75 જાર   75 કિલો
ઘી 15 કિલો પ્લાસ્ટિક બેગ 202 બીસીબી   3030 કિલો

16.52 લાખનો જથ્થો કર્યો સીઝ

આ પ્રોડક્ટનું લાયસન્સ નજર મહંમદ ગુલામ હુસેન (રહે મેતા, વડગામ) વાળાના નામે છે. શંકાસ્પદ જથ્થાની કિંમત અંદજીત 16.52 લાખ ગણવામાં આવી છે, કુલ 5515 કિલો ઘીને જથ્થો પોલીસ અને ફુડ વિભાગે સીઝ કર્યો છે.  સાથે સાથે ઘી બનાવવાના તપેલા, સગડા, ખાલી ડબ્બા, પેકિંગ કરવાના મશીન, બોક્સ, વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ સમાચાર શેર કરો