સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસ સતર્ક, ચોરી-લૂંટ જેવી ઘટનાઓ અટકાવવા ઈન્ડસ્ટ્રીઝના માલિકો સાથે યોજી બેઠક
દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મોટાભાગના લોકો પોતાના ઉદ્યોગ

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મોટાભાગના લોકો પોતાના ઉદ્યોગ ધંધામાં રજા રાખીને વતન જતાં હોય છે. ત્યારે ચોરી-લૂંટની ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી સતર્કતા દાખવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઉદ્યોગ જગતના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તકેદારીના પગલાંઓ કેવા રાખવા જોઈએ તે અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
વિવિધ સંગઠનો બેઠકમાં રહ્યા હાજર
દિવાળી પર્વને લઇને સુરત પોલીસ સતર્ક બની ગઈ છે. તહેવાર દરમિયાન શહેરમાં ચોરી, લૂંટ, ચીલ ઝડપ જેવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રૂપી ઇન્ડસ્ટ્રીઝ માલિકો,વિવિધ સંગઠનો જોડે પોલીસની બેઠક યોજાઈ હતી. પાંડેસરા પોલીસ દ્વારા તહેવાર દરમિયાન જાગૃતત્તાને લઇને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટો સાથે બેઠક યોજાઈ હતી.
વિવિધ મુદ્દાઓ અંગે માહિતી અપાઈ
બેઠકમાં દિવાળી તહેવાર દરમિયાન કઈ કઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં 100થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના માલિકો તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં. સીસીટીવી કેમેરા,નાઈટ સિક્યોરિટી મજબૂત કરવી,રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.






