VIDEO : સુરેન્દ્રનગરમાં ખાખી દાગી થઈ? કારની ચાવી મામલે PI એ મહિલાને લાફો માર્યાનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં દારૂની તપાસ દરમિયાન પોલીસની કામગીરી વિવાદમાં આવી છે.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં દારૂની તપાસ દરમિયાન પોલીસની કામગીરી વિવાદમાં આવી છે. એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે રેઇડ દરમિયાન PI ઉપાધ્યાયે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને બીજી કારની ચાવી ન આપતા લાફો માર્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ પોલીસ CCTVનું DVR પણ સાથે લઈ ગઈ હતી. ઘટના બાદ મહિલાએ સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ મેડિકલ લીગલ કેસ નોંધાવ્યો હતો. ડોક્ટરની MLC નોંધના આધારે પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે. બનાવ સમયે અન્ય પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવાનું જણાવાયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની કાર્યવાહિ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.




