પોકસો ગુનાનો આરોપી કોર્ટમાંથી ફરાર, મુદત માટે રાજકોટથી લવાયો હતો અમદાવાદ
અમદાવાદ: ભદ્ર કોર્ટમાંથી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે. રાજકોટ પોલીસના જાપ્તામાંથી આરોપીને લાવવામો આવ્યો હત

અમદાવાદ: ભદ્ર કોર્ટમાંથી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે. રાજકોટ પોલીસના જાપ્તામાંથી આરોપીને લાવવામો આવ્યો હતો. રાધેશ્યામ ઉર્ફે ગોપાલ રાજદેવ નામનો આરોપી ફરાર થઇ ગયો છે. ગોપાલ રાજદેવ નરોડાના પોકસોના ગુનાનો આરોપી હતો.
આરોપી ગોપાલ રાજદેવને અમદાવાદ શહેરની સેશન્સ જજ કોર્ટમાં કેસની મુદ્દતે હાજર રાખવા માટે લાવવામાં આવ્યો હતો. સીટી સેશન્સ કોર્ટના ચોથા માળે આરોપી હથકડી પહેરાવીને રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી બીજી મુદ્દત આપતા આરોપીને લઇને લીફટ મારફતે ગ્રાઉન્ડ ફલોર પર લાવવામાં આવ્યો હતો. જ્યાં મેઇન ગેટ પાસે ટ્રાફિક તેમજ ભીડ હતી. જેનો લાભ લઈને આરોપીએ પોલીસ જાપ્તામાંથી નજર ચુકવી ભાગી ગયો હતો.
પોલીસે સમગ્ર મામલે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






