અમદાવાદ : વાડજમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. રાજ્યના મહાનગરોથી લઈ ગામડામાં રહેતા માતાપિ

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. રાજ્યના મહાનગરોથી લઈ ગામડામાં રહેતા માતાપિતા પણ પોતાની દીકરીઓને લઈ ચિંતિત બની ગયા છે. બીજી બાજુ દુષ્કર્મની ઘટનાઓમાં કોર્ટ આરોપીઓને આકરી સજા ફટકારી રહી છે. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં 3 વર્ષ પહેલા ઘટેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટે બે આરોપીને 20 વર્ષની સજા ફાટકરી છે.
બે આરોપીને 20 વર્ષની સજા, એક નિર્દોષ છૂટ્યો
અમદાવાદ શહેરના વાડજમાં વર્ષ 2021માં સગીરા પર ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીઓએ રસોઈના કામે સગીરા સગીરાને અન્ય સ્થળે લઇ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં આજે સ્પેશિયલ POCSO કોર્ટે બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી છે, સાથે રૂ.25000નો દંડ ભરવા આદેશ કર્યો છે. ત્રીજા આરોપીને કોર્ટે શંકાના લાભના આધારે નિર્દોષ છોડી મુક્યો છે.
8 દિવસ પહેલા નિકોલમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 8 દિવસ પહેલા 26 નવેમ્બરએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. અશોક રાજપૂત નામનો યુવક પાડોશીની 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.






