ખિસ્સા થશે ખાલી! 900થી વધુ દવાઓના ભાવોમાં થશે અસહ્ય વધારો, જાણો શું થશે અસર
આજથી શરૂ થયેલા નવા ફાઈનાન્સિયલ વર્ષમાં દવાઓ ભાવ પણ વધ્યા છે. ખાસ કરીને આવશ

આજથી શરૂ થયેલા નવા ફાઈનાન્સિયલ વર્ષમાં દવાઓ ભાવ પણ વધ્યા છે. ખાસ કરીને આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ, જ્ઞાનતંતુ-મજ્જાતંતુની સમસ્યાઓ, કાન, નાક અને ગળાની તકલીફ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની 900થી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ 2025થી વધારો થશે.
ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો
ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે.
બેર મેટલના સ્ટેન્ટની કિંમતમાં થશે વધારો
દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. દવાઓ ઉપરાંતહૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત 10,993 રૂપિયા કરી દેવામાં આવી છે. સ્ટેન્ટની કિંમત 38.933 રૂપિયા નક્કી કરવામાં આવી છે






