સુરતમાં PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, બેરીકેડ કૂદી વ્યક્તિ પહોંચ્યો ગાડી પાસે
સુરતમાં PM મોદીની સુરક્ષામાં ફરી એક વખત મોટી ચૂક જોવા મળી છે. PM મોદી

સુરતમાં PM મોદીની સુરક્ષામાં ફરી એક વખત મોટી ચૂક જોવા મળી છે. PM મોદીના કાફલા વચ્ચે એક વ્યક્તિ બેરીકેદ તોડી ગાડી પાસે પહોંચ્યો હતો. જો કે SPGએ સામે સૂચકતા વાપરી તેણે ત્યાંથી હટાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં આજે તેમણે સુરતમાં સભા સંબોધી હતી. જેમાં PMની સુરક્ષામાં ફરી એક મોટી ચૂક જોવા મળી હતી. PM મોદી સભા સ્થળ પર આવતા જ લોકોમાં અભિવાદન કરવા ઉત્સાહનો માહોલ હતો. આ વચ્ચે PM મોદીના એક ચાહક બેરીકેદ કુંડી PMની ગાડી પાસે પહોંચી ગયો હતો. જો કે ત્યાં તેનાટ SPG કમાન્ડોએ તેણે તરત ત્યાંથી દૂર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ આજે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધી હતી અને હાલ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરીને આવતી કાલે નવસારીના કાર્યક્રમ માટે રવાના થશે. નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.






