'સ્માર્ટફોનથી લઇને સેનાના હથિયારો', ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ: PM મોદીની દાહોદમાં જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં PM મોદીએ 9000 હૉર્સ પાવર એન્જિનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ દાહોદમાં જનસભાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં PM મોદીએ 9000 હૉર્સ પાવર એન્જિનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ દાહોદમાં જનસભાને સંબોધતા જૂની વાતોને યાદ કરી હતી અને લોકોને ભારતમાં જ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો હતો.
જરૂરિયાતના સામાન ભારત એક્સપોર્ટ કરે છે- PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે 140 કરોડ ભારતીયો મળીને પોતાના દેશને વિકસિત ભારત બનાવવા માટે મહેનત કરી રહ્યાં છીએ. દેશના વિકાસ માટે જે કંઇ પણ જોઇએ તે આપણે ભારતમાં જ બનાવીયે,આ આજના સમયની માંગ છે. ભારત આજે તેજ ગતિથી મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યું છે. દેશની જરૂરિયાતના સામાનનું નિર્માણ હોય કે પછી દુનિયાના અલગ અલગ દેશોમાં આપણા દેશમાં બનેલી વસ્તુનું એક્સપોર્ટ, આ બધુ સતત વધી રહ્યું છે.આપણે સ્માર્ટફોનથી લઇને ગાડીઓ, રમકડા, સેનાના અસ્ત્ર-શસ્ત્ર, દવાઓ બધુ દુનિયાના દેશોમાં નિકાસ કરી રહ્યાં છીએ. આટલુ જ નહીં આજે ભારત રેલવે,મેટ્રો અને તેના માટે જરૂરી ટેકનોલોજી ખુદ બનાવે પણ છે અને દુનિયામાં એક્સપોર્ટ પણ કરે છે. આપણુ દાહોદ તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા સમય પહેલા હજારો કરોડની પરિયોજનાનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું. દાહોદમાં ઇલેક્ટ્રિક લોકો મોટિવ ફેક્ટરી છે. 3 વર્ષ પહેલા હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો અને કેટલાક લોકોને ટેવ પડી ગઇ છે ગાળો બોલવાની. કેટલાક લોકો કહેતા હતા કે મોદીએ ચૂંટણી આવી એટલે શિલાન્યાસ કર્યો કંઇ બનવાનું નથી.ફેક્ટરીમાં પ્રથમ ઇલેક્ટ્રિક લોકો મોટિવ બનીને તૈયાર થઇ ગયું અને થોડી વાર પહેલા તેને મે લીલી ઝંડી બતાવી. આ ગુજરાત માટે, દેશ માટે ગર્વની વાત છે. આજે ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. ગુજરાતમાં રેલ નેટવર્કના વીજળીકરણ પૂર્ણ થયું છે.
રેલ્વેની તમામ વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ થાય છે-PM મોદી
PM મોદીએ કહ્યું, આદિવાસી જિલ્લાના સ્માર્ટ સિટીની વાત આવે એ જ લોકોને નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે જોયું છે કે કેટલી ઝડપથી રેલ્વેમાં પરિવર્તન આવ્યું છે. વિકાસની નવી દિશા, નવી ગતિ અને મેટ્રો સેવાનો વિસ્તાર કેટલો થઇ રહ્યો છે. સેમી-હાઇસ્પીડ રેલવે ભારતમાં તો કોઇ નામ નહતું લેતું. દેશમાં લગભગ 70 રૂટ ઉપર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેરાવળ સોમનાથ દાદાના ચરણોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઇ રહી છે. પહેલા તો આપણા દાહોદના ભાઇઓને ઉજ્જૈન જવાનું મન થાય હવે આપણા માટે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને તેનું એક મોટુ કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકો મોટિવ ભારતમાં બને આ બધુ પહેલા આપણે વિદેશમાંથી લાવવું પડતું હતું. આજે પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક વસ્તુઓ બનાવીને દુનિયાનું એક મોટુ એક્સપોર્ટ બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયા તમે જાવ તો મેટ્રો ચાલે તો તે કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લેન્ડ, સાઉદી અરબ કે ફ્રાંસ જાવ અનેક દેશોમાં ગાડીઓ ચાલી રહી છે તેના કોચ ભારતમાં બનીને જઇ રહ્યાં છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટાલી આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી અનેક નાના મોટા ઉપકરણ ભારતમાં બનીને જઇ રહ્યાં છીએ. નાના નાના ઉદ્યોગકારો, લઘુ ઉદ્યોગો એવી કમાલ કરી રહ્યા છે, નાના નાના ઉપકરણો દુનિયામાં પહોંચાડી રહ્યાં છે. પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકામાં ઉપયોગ થઇ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકો મોટિવ પણ આપણા એન્જિન હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે.મેડ ઇન ઇન્ડિયાનો વિસ્તાર જે થઇ રહ્યો છે અને તેના કારણે જ ભારત ગર્વથી માથું ઉચું કરી રહ્યું છે. ભારતમાં બનેલી આ બધી વસ્તુઓ દુનિયામાં તેનો ડંકો વાગી રહ્યું છે. આપણે આપણા ઘરમાં વિદેશી ચીજ વસ્તુઓ રાખવાનું બંધ કરવું જોઇએ કે ના કરવુ જોઇએ.'








