દિવાળી પહેલા PM મોદી આવશે ગુજરાત, આ વિકાસકામોનું કરશે લોકાર્પણ
દિવાળીના તહેવાર પૂર્વે એટલે કે ઓક્ટોબર માસના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 28 ઓક્ટોબર

દિવાળીના તહેવાર પૂર્વે એટલે કે ઓક્ટોબર માસના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદી વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લેશે તેવા સમાચાર સામે આવ્યા છે.
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડોદરામાં નવનિર્મિત એરબસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સિવાય અમરેલીના લાઠીમાં તૈયાર થયેલ સરોવરનું પણ લોકાર્પણ કરશે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રૉજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે.
સપ્ટેમ્બર માસમાં જ પીએમ મોદી ગુજરાત આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પીએમ મોદીના શાસનના 23 વર્ષ પુરા થયા છે, જેની ઉજવણી પણ ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમાં ગુજરાતમાં વિવિધ વિકાસના કાર્યોમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ ગુજરાત મુલાકાત સમયે મેટ્રો સહિતની અનેક ભેટ ગુજરાતને આપી હતી.






