મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદી કચ્છના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય સૈન

PM મોદી કચ્છના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય સૈનિકો સાથે દિવાળીની  ઉજવણી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી વડોદરા અને ત્યાથી નલિયા એરફોર્સ માટે રવાના થયા છે.

PM મોદી ગુજરાતના જવાનો સાથે દિવાળીની કરશે ઉજવણી

વડાપ્રધાન મોદી કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીધા કચ્છ પહોંચ્યા છે જ્યાં તે જવાનો સાથે સમય વિતાવશે અને દિવાળીની શુભકામના પાઠવશે. 

આ પહેલા પણ જવાનો સાથે દિવાળી ઉજવી ચુક્યા છે PM મોદી

  • વડાપ્રધાન મોદી આ પહેલા પણ કેટલીક વખત દિવાળીની ઉજવણી જવાનો સાથે કરતા રહ્યાં છે. ગત વર્ષે 2023માં પીએમ મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
  • વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014માં PM મોદીએ સિયાચિનમાં તૈનાત સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • 2015માં 1965 યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિને સમ્માનિત કરવા માટે પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી હતી.
  • 2016માં હિમાચલ પ્રદેશમાં દિવાળીની ઉજવણી કરી હતી અને ચીનની સરહદ પાસે આઇટીબીપી,ડોગરા સ્કાઉટ્સ અને સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી.
  • 2020માં લોંગેવાલાની સરહદ ચોકી પર જઇને જવાનો સાથે મુલાકાત કરી હતી.
  • 2021માં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ સમાચાર શેર કરો