PM મોદી તેના દોસ્ત અદાણીને બચાવવા હવાતિયાં મારે છે-સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાના આક્ષેપ
ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી છે. ત્યારે આજે સુરતના

ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી છે. ત્યારે આજે સુરતના પ્રવાસે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબે આવ્યા છે. જેમણે કેન્દ્ર સરકારની નીતિઓ અને ખાસ કરીને વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. દેશની અર્થવ્યવસ્થાથી લઈને સામાજિક રીતે થઈ રહેલી હેરાનગતિ અંગેની વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્તોને બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે.
દરોડાથી દોસ્તને ફાયદો
સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અભય દુબેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત અદાણીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એરપોર્ટ બંદરો તેમજ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અદાણીને બચાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. સીબીઆઇએ 6 જુન 2017 ના રોજ ndtv ના કાર્યાલય તેમજ સ્થાપક પ્રણેય રોય ના ઘર પર છાપો માર્યો હતો. તેના પરિણામ રૂપે અદાણી જૂથ આજે ndtv માં 64.71% નો માલિક છે. 11 ડિસેમ્બર 2020 છે cbi દ્વારા અંબુજા સિમેન્ટ અને ઓફિસ ઉપર છાપો માર્યો હતો. પરિણામ રૂપે આજે અંબાણીએ અંબુજા સિમેન્ટને અધિગ્રહણ કરી બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનાવી હતી.
રણનીતિમાં પણ દોસ્તાનું ધ્યાન રખાયું
દુબેએ સરકાર પ્રહારો કરતાં કહ્યુ કે, સરકારી બેંકો તેમજ સંસ્થાઓને અદાણીના શેર ખરીદી દેખાડવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઇઝની જરૂરતો માટે ભારતની વિદેશ તેમના હિતને અધીન કરવામાં આવી છે. ઇઝરાયેલની સાથે ભારતના રણનીતિ સંબંધોને અદાણી કંપનીને સોંપવામાં આવ્યા છે. વિત મંત્રાલય દ્વારા આપત્તિ આપવામાં આવી હોવા છતાં પણ છ એરપોર્ટ અદાણી સમૂહને સોંપવામાં આવ્યા છે.








