મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: મનરેગા યોજનામાં વેતન ન મળતા શ્રમિકોની કફોડી હાલત, પરિવારો પર ભૂખમરાનું સંકટ

બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે મનરેગા યોજના હેઠળ કામ કરતા ગરીબ મજૂરોની હાલત

તસવીર: GSTV

બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે મનરેગા યોજના હેઠળ કામ કરતા ગરીબ મજૂરોની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર મહિનાથી મજૂરીના રૂપિયા ન મળતા શ્રમિકો ભૂખમરાની કગાર પર પહોંચી ગયા છે. સરકાર 100 દિવસની રોજગારીની ગેરંટીની વાત કરે છે, પરંતુ આસેડા ગામે આ ગેરંટી માત્ર કાગળ પર જ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠાના ડીસાના આસેડા ગામે મનરેગાના શ્રમિકોને ચાર મહિનાથી વેતન ન મળતા પરેશાન છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો પાસે કોઈ બચત ન હોવાના કારણે હવે ગામના કરિયાણાના વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે અનેક પરિવારો સામે ભૂખમરાનું ગંભીર સંકટ ઊભું થયું છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સમયસર ચુકવણીના દાવા થાય છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરોની આવી દયનીય સ્થિતિને લઈને તંત્ર ક્યારે જાગશે તે સવાલ છે. મજૂરોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક અસરથી બાકી રહેલી મજૂરી ચૂકવે, નહીં તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર અને તંત્ર મજૂરોની વેદનાને ક્યારે સાંભળે છે.

આ સમાચાર શેર કરો