મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: સેનામાં નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવતો નકલી આર્મીમેન પકડાયો, 2.80 લાખની કરી છેતરપિંડી

બનાસકાંઠાના કાંકરેજ શિહોરીમાં નકલી ઇન્ડિયન આર્મી બની લોકો સાથે લાખોની ઠગાઈ કરનાર શખ

Banaskantha news: સેનામાં નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવતો નકલી આર્મીમેન પકડાયો, 2.80 લાખની કરી છેતરપિંડી

બનાસકાંઠાના કાંકરેજ શિહોરીમાં નકલી ઇન્ડિયન આર્મી બની લોકો સાથે લાખોની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો છે. આ શખ્સે પોતાને આર્મી જવાન બતાવી નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકોને છેતર્યા હતા. શિહોરી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપી નકલી આઈડી કાર્ડ બતાવતો

બનાસકાંઠાના શિહોરી કાંકરેજ વિસ્તારમાં નકલી આર્મી જવાન બનીને ઠગાઈ કરતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. શિહોરીમાં હેર કટીંગનો વ્યવસાય કરતા કનુભાઈ પરષોત્તમભાઈ નાયીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિક્રમસિંહ દશરથસિંહ બોડાણા, રહે. વાસણા (જગાણા), તાલુકો પાલનપુર, પોતે ભારતીય સેનામાં નોકરી કરતો હોવાનું કહી નકલી આઈડી કાર્ડ બતાવતો હતો. આરોપીએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી ટુકડે-ટુકડે કુલ રૂ. 2.53 લાખ રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2.80 લાખની ઠગાઈ કરી હતી.

આ મામલે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. ઠાકર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા સમયમાં નકલી આર્મી તથા ખોટી ઓળખ બતાવી લોકો સાથે ઠગાઈના બનાવો વધતા જતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો