Banaskantha news: હવે માઈ ભક્તો અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઈન મેળવી શકશે, ટ્રસ્ટે કોમ્પેક્ટ કીટ કરી લોન્ચ
બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટે ઘરે બેઠા ભક્તો ઓનલાઈન પ્રસાદ મેળવી શકે તે માટે પોસ્ટ વિભાગ

બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટે ઘરે બેઠા ભક્તો ઓનલાઈન પ્રસાદ મેળવી શકે તે માટે પોસ્ટ વિભાગ સાથે એમઓયુ કર્યા છે. જેથી હવે ભક્તો મંદિર ટ્રસ્ટની વેબસાઈટ બુકિંગના 48 કલાકમાં જ ઘરે બેઠા સમગ્ર પ્રસાદ કીટ મંગાવી શકશે. જે ભક્તો દૂર રહેતા હોવાથી મંદિર પહોંચી શકતા નથી. તેઓ અંબાજી મંદિરનો પ્રસાદ, માતાજીની તસવીર, કુમકુમ, રક્ષા પોટલી, ચુંદડી સહિતની પવિત્ર વસ્તુઓ પોતાના ઘરે મંગાવી શકે અને ધન્યતા અનુભવી શકે તે માટે મંદિર ટ્રસ્ટે પ્રસાદની કોમ્પેક્ટ કીટ લોન્ચ કરી છે. કીટની કિંમત અંદાજિત પોસ્ટ ખર્ચ સાથે 220 રૂપિયા રહેશે.




