VIDEO : 260 નિર્દોષોનો ભોગ લેનારી પ્લેન ક્રેશ દુર્ઘટનાની વરસી, આજે ઘટનાસ્થળે યોજાશે વિશેષ પ્રાર્થના સભા
પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થતા મૃતકોની સ્મૃતિમાં વિશેષ

પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થતા મૃતકોની સ્મૃતિમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 260 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેનારી આ કરૂણ ઘટનાની વરસી પર પ્લેન ક્રેશ સાઈટ ઉપર આજે સાંજે સાત વાગ્યે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે, જેમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે અને રણજિત વાંક ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પશે. આ ઘટનામાં જીવ ગુમાવનાર આકાશ પટણીનો પરિવાર આજે પણ ઊંડા શોકમાં ગરકાવ છે. GSTV NEWS સાથેની વાતચીતમાં આકાશના પિતાએ હૃદયદ્રાવક વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, આ અકસ્માતે તેમની આખી જિંદગી બદલી નાખી છે અને હવે જીવનમાં કંઈ જ બાકી રહ્યું નથી.




