મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા PI પ્રવીણ જાડેજા અને વકીલની ધરપકડ, 10 લાખની માંગી હતી લાંચ

સુરતમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનાના પીઆઇ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવ

Surat news: હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા PI પ્રવીણ જાડેજા અને વકીલની ધરપકડ, 10 લાખની માંગી હતી લાંચ

સુરતમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનાના પીઆઇ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ACB એ રૂપિયા 3 લાખની લાંચના મામલામાં પીઆઇ અને વકીલને ઝડપી પાડ્યા છે. વધુ તપાસ માટે તપાસનો ચાર્જ સુરત ACB એકમને સોંપવામાં આવ્યો છે.

10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી

સુરતના કિમ વિસ્તારમાં પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનાના આરોપીઓને દબોચી લીધા છે. કિમ પોલીસ મથકના પીઆઇ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ACB એ રૂપિયા 3 લાખની લાંચના મામલામાં પીઆઇ અને વકીલને ઝડપી પાડ્યા છે. પીઆઇ જાડેજાએ  90 હજાર રૂપિયાના પગારદાર સાથે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકના અંતે ત્રણ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. ફરીયાદ પક્ષ લાંચ આપવાનું ઇચ્છતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ટ્રેપ ગોઠવીને પીઆઇ અને વકીલને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડી લીધા હતા. વધુ તપાસ માટે તપાસનો ચાર્જ સુરત ACB એકમને સોંપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો