દેવુસિંહનું ચવાણું! / ચવાણાના પેકેટ પર ખેડાના ભાજપ ઉમેદવારના નામ-ફોટાવાળું સ્ટીકર, ફોટો થયો વાયરલ
ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો ચવાણાના પેકેટ પરનો તેમના નામ સાથોનો ફોટો વાયરલ થયો

ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો ચવાણાના પેકેટ પરનો તેમના નામ સાથોનો ફોટો વાયરલ થયો છે. એક તરફ જ્યાં મતદાનના આગલા 24 કલાકમાં દારૂ-ચવાણાની લાલચો મતદારને અપાતી હોય તેવું લાગી રહ્યું છે.
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ફોટા, અનુક્રમ નંબર સહિત તેમના પ્રચારનું આખુ પોસ્ટર ચવાણાના પેકેટ પર લગાવાયેલો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એકતરફ ક્ષત્રિય આંદોલને દેવુસિંહ ચૌહાણની મુશ્કેલી વધારી છે, ત્યારે આ પ્રકારે ફરી તેમનો ફોટો વાયરલ થતા મુશ્કેલીમાં વધારો થઈ શકે કે તેવું દેખાઈ રહ્યું છે.
ઉમેદવારો દ્વારા દારૂ અને ચવાણા વેચવાની પ્રથા ચાલું છે. ત્યારે આવા સમયમાં આ પ્રકારે ઉમેદવારના ફોટા સાથેના ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થતાં હવે ચૂંટણી અધિકારી દ્વારા શુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એ જોવું રહ્યું...?






