રાજકોટ: PGVCLની 36 ટીમોના જિલ્લાના 5 સ્થળો પર દરોડા, 26 લાખથી વધુની વીજચોરી ઝડપી
રાજકોટમાં રહેતા હોય અને વીજચોરી કરતા હોય તો ચેતજો પીજીવીસીએલ વીજચોરીને ડામવા માટે સતર્ક બન્યું છે. વીજચ

રાજકોટમાં રહેતા હોય અને વીજચોરી કરતા હોય તો ચેતજો પીજીવીસીએલ વીજચોરીને ડામવા માટે સતર્ક બન્યું છે. વીજચોરી કરનાર સામે કડક હાથ કામ લેવામાં આવી રહ્યું છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો બહોળા પ્રમાણમાં વીજચોરી કરી રહ્યા હોવાની બાતમીના આધારે અધિકારીઓએ 26.30 લાખની વીજચોરી ઝડપી પાડી હતી.
અધિકારીઓએ 36 ટીમો બનાવીને સઘન ચેકીંગ હાથ ધર્યુ
બીજા દિવસે પણ પીજીવીસીએલ દ્વારા ચેકીંગનો દોર યથાવત રહ્યો છે. જિલ્લાના લોઠડા ગામ, બાલાજી પાર્ક, રસુલપરાસહિતના વિસ્તારોમાં અધિકારીઓએ 36 ટીમો બનાવીને સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું.
26.30 લાખની વીજચોરી ઝડપી પાડી
PGVCLના અધિકારીઓએ દરોડા દરમ્યાન વીડિયો ગ્રાફર,સિક્યુરિટી ગાર્ડ,લોકલ પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધરતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સતત ચેકિંગ હાથ ધરીને વીજ કૌભાંડ ઝડપ્યું છે.






