સતાધાર વિવાદના પડઘા પડ્યા સુરતમાં, મહંતના સમર્થનમાં ક્લેક્ટરને અપાયું આવેદનપત્ર
સતાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે. સનાતન ધર્મ અને સતાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં

સતાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે. સનાતન ધર્મ અને સતાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુર્જર ક્ષત્રિય સમાજ ના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ સનાતન ધર્મ અને મહંત વિરુધ્ધ ષડયંત્ર કરનારને ઉજાગર કરવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Video: ફૂલ સ્પીડમાં જતી બાઈક કાર સાથે અથડાઈ, બાઈકચાલક દડાની જેમ ઉછળી 20 ફૂટ દૂર પડ્યો
આવેદનમાં રજૂઆત
સુરત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ પહોંચી ગયા હતાં. નારેબાજી કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યં હતું. આ આવેદનપત્રમાં ગુર્જર ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતાં. આવેદનપત્રમાં જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી.
ષડયંત્રની તપાસની માગ
આવેદન આપનારાએ કહ્યું કે, સુરત કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. લોકોનો આરોપ છે કે, સતાધાર મહંત વિજયબાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે. પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા છે. જેથી સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવે છે. જો તપાસ કરવા આવે તો તપાસમાં આખું ષડયંત્ર બહાર આવી શકે છે.






