વ્યારામાં અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિરોધ કરનારા વિરુદ્ધ ક્લેક્ટરને આવેદનપત્ર
અભ્યાસક્રમમાં ભગવદ ગીતા દાખલ કરવાનો અમૂક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાર

અભ્યાસક્રમમાં ભગવદ ગીતા દાખલ કરવાનો અમૂક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમની સામે વ્યારાનાં જિલ્લા સેવા સદન ખાતે સમાજિક સમરસતા પંચ આવેદપત્ર આપવામાં આવ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલા મુલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ-જાતિ–પંથ કે મત-સંપ્રદાયોનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી તેમ કહેવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં કહેવાયું કે, ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્રાંતો અને મુલ્યો સમજાવ્યા છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય, નિષ્ઠા અને ન્યાયના પ્રમાણિકતાનું પ્રતિક છે. જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ધડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ અને અસમાનતા અને અ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલા સદગુણોનું વિધાર્થીઓના પ્રારંભિક જીવનમાં સર્વધન થાય, ભવિષ્યના પ્રબુધ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવન મુલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. જેને કોઈપણ જાતના વિરોધ વિચલીત થયા વિના ચાલું રાખવું જોઈએ તેવુ સામાજીક સમરસતા મંચ તાપી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું.






