મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાવટી પાસપોર્ટના આધારે વિદેશથી ભારતમાં મુસાફરી કરનાર એક શખ્સની ધરપકડ

બનાવટી પાસપોર્ટના આધારે વિદેશથી ભારતમાં મુસાફરી કરનાર વધુ એક શખ્સની ધરપકડ કર

બનાવટી પાસપોર્ટના આધારે વિદેશથી ભારતમાં મુસાફરી કરનાર એક શખ્સની ધરપકડ

બનાવટી પાસપોર્ટના આધારે વિદેશથી ભારતમાં મુસાફરી કરનાર વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી દુબઈ થઈને અમદાવાદ આવેલા અલ્પેશ પટેલ નામનો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા ઈમિગ્રેશન વિભાગે પાસપોર્ટ નંબર ચેક કરતા તે પાસપોર્ટ બોગસ હોવાનું ખુલ્યું હતું. જે અંગે એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ એસઓજીએ કરતા અનેક ખુલાસા થયા છે.

મુસાફર પાસેથી મળી આવેલું પાસપોર્ટ ઉત્તરપ્રદેશનાં સુલ્તાનપુરમાં મોહમદ સરૂર નામનાં યુવકનો હોવાનું ખુલ્યું હતું. જે પાસપોર્ટ પર આરોપીએ પોતાનું નામ અને ફોટો લગાડી ભારતમાં આવ્યો હતો.

તપાસમાં થયા મોટા ખુલાસા

એસઓજીએ આરોપીના રિમાન્ડ મેળવી તપાસ કરતા સામે આવ્યું કે તે વર્ષ 2001માં પોતાનાં ઓરિજનલ પાસપોર્ટ પર મુંબઈથી ગોટુમાલા દેશ ગયો હતો, જ્યાંથી મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશી ત્યાં સ્થાયી થયો હતો. વર્ષ 2017માં તેણે અમેરિકામાં સપના પટેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા જે લગ્ન જીવનમાં તેને બે સંતાનો છે. 23 વર્ષ કરતા વધુ સમયથી તે અમેરિકામાં રહેતો અને સ્ટોરમાં નોકરી કરતો હતો. પરંતુ તેની પત્ની અને બાળકો અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા હોય તેને પોતાને પણ ગ્રીન કાર્ડ મેળવવું હોય જેના માટે કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવું જરૂરી હતું. જેથી તેણે અમેરિકાનાં ન્યુ જર્સી ખાતે એક એજન્ટ મારફતે 3 હજાર ડોલરમાં આ પાસપોર્ટ બનાવ્યો હતો અને ભારત આવ્યો હતો. આરોપી પાસે જે પાસપોર્ટ મળી આવ્યો તે પાસપોર્ટ ગુમ થયું હોવાની માહિતી પોલીસને મળી છે, તેવામાં આરોપીની 3 દિવસનાં રિમાન્ડ મેળવી એસઓજીએ એજન્ટની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો