ભુવાલડી ગામમાં જમીનનો કબજો લેવા ગયેલ લોકો પર અજાણ્યા યુવકોએ કર્યો હુમલો, ગાડીઓમાં કરી તોડફોડ
અમદાવાદ: નિકોલના સિંગરવા નજીક આવેલ ભુવાલડી ગામમાં મારામારીની ઘટના સામે આવ

અમદાવાદ: નિકોલના સિંગરવા નજીક આવેલ ભુવાલડી ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. ગામની ગૌશાળા ટ્રસ્ટની જમીન અને ફરિયાદી ધીરુભાઈ પટેલ વચ્ચે લાંબા સમયથી જમીન મામલે રેવન્યુ તકરાર ચાલતી હતી.
17 ઓગસ્ટના રોજ દસક્રોઈ મામલતદાર દ્વારા જમીનનો ઓર્ડર ફરિયાદી ધીરુભાઇ પટેલની તરફેણમાં કર્યો હતો. બપોરે 3.30 થી 4 કલાક આસપાસ ફરિયાદી ધીરુભાઈ પટેલ, તેમના વકીલ અને ખાનગી સર્વેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોચતા ગામના કેટલાક યુવાનોએ હાથમાં ઘાતક તલવારો અને ધોકા લઈને ગાડીઓમાં તોડફોડ કરી હતી.
હાલ જમીનનો કબજો મેળવનાર ફરિયાદી ધીરૂભાઈ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે સમગ્ર મામલે પાંચ આરોપીઓની અટકાયત કરી છે. હાલમાં ભુવાલડી ખાતે અનિચ્છનિય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ખડકી દેવાયો છે.






