VIDEO: શિયાળાની વહેલી સવારે શરીરને સ્ફૂર્તિલું રાખવા લોકો કસરત અને યોગ તરફ વળ્યા
શિયાળાના પ્રારંભ સાથે જ રણની કાંધી ધરાવતા પાટણ શહેરમાં ઠંડીએ ધીમે
શિયાળાના પ્રારંભ સાથે જ રણની કાંધી ધરાવતા પાટણ શહેરમાં ઠંડીએ ધીમે ધીમે અહેસાસ કરાવવાનું શરૂ કરી દીધું છે. શહેરીજનો વહેલી સવારથી જ ઠંડીને ભગાડવા માટે કસરત અને યોગ તરફ વળ્યા છે.આનંદ સરોવર ખાતે સવારના દ્રશ્યો અલગ જ હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો દોડતા અને રાઉન્ડ લગાવતા જોવા મળ્યા હતા.
]]સ્વાસ્થ્ય જાળવવા માટે યુવાનોથી લઈને વડીલો સુધીના લોકોએ શારીરિક પ્રવૃત્તિઓ શરૂ કરી છે. કસરત બાદ કેટલાક લોકો વિવિધ પ્રકારના જ્યુસ પીતા પણ નજરે પડ્યા હતા, જે દર્શાવે છે કે પાટણના લોકોએ શિયાળાની સાથે જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવી છે.



