VIDEO: ફુલ ગુલાબી શિયાળો હોવા છતાં શાકભાજીના ભાવમાં વધારો, જાણો આ રહ્યા ભાવવધારાના કારણો
VIDEO: આમ તો શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ હ
VIDEO: આમ તો શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ હાલ પરિસ્થિતિ એવી છે કે, શાકભાજીના ભાવ ઊંચા છે. નવેમ્બર માસમાં શાકભાજીના જે ભાવ હોય છે તેના કરતાં ચાલુ વર્ષે હાલ ભાવ વધુ છે. જોકે થોડા દિવસો પહેલા શાકભાજીના જે ભાવ હતા તેમાં કરતાં ભાવ થોડા ઘટ્યા છે. પણ દર વર્ષે શિયાળામાં એટલેકે નવેમ્બર માસમાં જે ભાવ હોય છે તેના કરતાં ભાવ ઊંચા છે.
શાકભાજીના ભાવ વધારા માટે થોડા દિવસ પહેલા પડેલો કમોસમી વરસાદ જવાબદાર છે. માવઠાને કારણે પાક ધોવાઈ ગયો હોવાથી શાકની આવક હજી ઓછી થઈ છે. આ ઉપરાંત લગ્નની સિઝન ચાલી રહી છે, જેના પગલે શાકની માંગમાં વધારી થયો છે. શાકભાજીના સતત વધતા ભાવને લઈ ગૃહિણીઓને હજુ સસ્તું શાક મળી રહ્યું નથી. વેપારીઓનું માનીએ તો આગામી દિવસોમાં ભાવ ઘટાડી થશે.
| શાકભાજી | અગાઉના વર્ષના ભાવ | હાલના ભાવ |
| ટામેટા | 15 થી 20 રૂપિયા | 20 થી 25 રૂપિયા |
| ફ્લાવર | 10 થી 15 રૂપિયા | 20 થી 25 રૂપિયા |
| કોબી | 8 થી 10 રૂપિયા | 70 થી 75 રૂપિયા |
| વટાણા | 30 થી 35 રૂપિયા | 60 થી 65 રૂપિયા |
| આદુ | 25 થી 30 રૂપિયા | 10 થી 15 રૂપિયા |
| રીંગણ | 0 થી 15 રૂપિયા | 30 થી 40 રૂપિયા |



