બોડેલીના બાંગાપુરામાં લોકોએ ઠગોને ચખાડ્યો મેથિપાક, સફાઈના નામે સોના-ચાંદીના દાગીના એસિડમાં ઓગાળી નાખતા
આપણે ત્યાં કહેવત છે કે, લાલચુ હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે..બસ આ જ વાતનો ફાયદ

આપણે ત્યાં કહેવત છે કે, લાલચુ હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે..બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને ગ્રામ્ય વિસ્તારમાં દાગીનાની સફાઈ કરવાના નામે આવેલા ઠગોએ સોના-ચાંદીના દાગીના એસિડમાં ઓગાળી નાખ્યા હતા. બાદમાં ભાગવાનો પ્રયાસ કરતાં ઝડપાઈ ગયા હતાં.
પોલીસને સોંપી દેવાયા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપૂરા ગામમાં પરપ્રાંતીય ત્રણ જેટલા ઠગો ચાંદીના ઘરેણાં સફાઈ માટે આવ્યા હોવાનું કહી ને એક મહિલાના ચાંદીના ઘરેણાં એસિડમાં ઓગાળીને ભાગવાનો પ્રયત્ન કરતા હતાં. ત્યારે ગ્રામ જનો ભેગા મળી તેઓને પકડીને 3ને બાંધી દીધા હતા. બાદમાં મેથી પાક આપ્યો હતો. બોડેલી પોલીસને બોલાવી 3 જણને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. હાલ છોટાઉદેપુર જિલ્લામાં આવી પરપ્રાંતીય ઠગ ટોળકી સક્રિય થતાં ગ્રામ જનોમાં રોષ જોવા મળ્યો હતો.






