ભારજ નદી ઉપર ડાયવર્ઝન ધોવાઈ જતા 25 કિલોમીટરનો ફેરો બચાવવા જીવને જોખમમાં મૂકતા લોકો
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ સિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર ડાયવર્ઝન ધોવાઈ જતા 25

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ સિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર ડાયવર્ઝન ધોવાઈ જતા 25 કિલોમીટરનો ફેરો ન થાય તે માટે લોકો જીવના જોખમે રેલવે બ્રિજ ઉપરથી પસાર થવા મજુર બન્યા. જ્યારે રેલવે ટ્રેનની ગતિ પણ રેલવે વિભાગે ધીમી કરી છે.
વડોદરા જવા 25 કિમીનો ફેરો
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલ ભારજ નદીનો બ્રિજ તૂટી ગયો અને ડાયવર્ઝન ધોવાતા પાવીજેતપુરના આસપાસના ગામોમાં રહેતા લોકો બોડેલી અને વડોદરા જવા માટે 25 કિલોમીટરનો ફેરો થતો હોવાથી રેલ્વે બ્રીજ ક્રોસ કરીને સિહોદ ગામ પાસેથી ખાનગી વાહનો ચાલતા હોવાથી જીવના જોખમે રેલવે બ્રિજ ઓળંગીને પસાર થાય છે.
છ વાર ટ્રેન પસાર થાય છે
દિવસમાં છ વાર ટ્રેન આવન જવાન કરે છે. અને સેક્રડોની સંખ્યામાં બ્રિજ ઉપર લોકો પસાર થતા હોવાથી સામેથી ટ્રેન આવી જાય તો બ્રિજ ની બાજુમાં પિલ્લર ઉપર બનાવવામાં આવેલી રેલિંગ ઉપર ઊભા થઈ જાય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ છે. રેલવે વિભાગ આની ગંભીર નોંધ લેતું નથી. જ્યારે મોટી દુર્ઘટનાની રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે અમુક લોકો નદીમાં પાણી જતું હોવા છતાય નદીમાં પાણી માંથી જીવના જોખમે પસાર થાય છે. ત્યારે તંત્ર એ આ ગંભીર નોંધ લેવી જોઈએ હાલ તો લોકો ૨૫ કિલોમીટરનો ફેરો બચવવા માટે જીવને જોખમમાં મૂકી રહ્યા છે.








