મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MLA જયેશ રાદડિયાના કાકા સહિતના લોકોએ મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કર્યાના આક્ષેપ

રાજકોટ: જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય

MLA જયેશ રાદડિયાના કાકા સહિતના લોકોએ મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કર્યાના આક્ષેપ

રાજકોટ: જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

રામજીમંદિરના પરિવારે વાહનોમાં તોડફોડ મામલે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. રાત્રિના સમયે વાહનમાં તોડફોડ કર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા, સહિત અન્ય 5 થી 7 લોકોએ તોડફોડ કર્યાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. રાત્રિ દરમિયાન રામજી મંદિરમાં પૂજારી પરિવારની મહિલાઓ એકલા હતા એ દરમિયાન બીભત્સ ગાળો બોલી તોડફોડ કર્યાના આક્ષેપ છે. સમગ્ર મામલો જામકંડોરણા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો