મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમ

VIDEO: ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. 

પોલીસની સામે જ દોડાવી ગાડીઓ

અમદાવાદમાં એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઇને નીકળ્યા હતા. ઓવરસ્પિડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહતી. એક સાથે આઠ ગાડી લઇને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળ્યા ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી હતી. 

આ દરમિયાન નબીરાઓને પોલીસને કોઇ ડર ના હોય તેમ લાગી રહ્યું હતું. પોલીસની સામેથી નીકળ્યા બાદ નબીરાઓએ જાણે જંગ જીતી હોય તેમ વિક્ટરી સાઇન પણ બતાવી હતી. અમદાવાદ શહેરના બાનમાં લેતા આ નબીરાઓને જાણે કાયદાનું કોઇ ભાન જ ના હોય તેમ લાગી રહ્યું હતું. પૈસાના જોરે શહેરને બાનમાં લેતા આ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે.

આ સમાચાર શેર કરો