મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal: ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાતા લોકોમાં નારાજગી

Panchmahal News: પંચમહાલ જીલ્લાની મુખ્ય ગણાતી ગોધરા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રો

Panchmahal: ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાતા લોકોમાં નારાજગી

Panchmahal News: પંચમહાલ જીલ્લાની મુખ્ય ગણાતી ગોધરા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાતા વિરોધ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૧ જુનથી પ્રોસેસિંગ ચાર્જમાં રૂ.૨૦૦નો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના જવાબદારોએ મનસ્વી નિર્ણય લઈને બ્લડ પ્રોસેસિંગ ભાવમાં વધારો અમલી કરી દેતા જરૂરિયાતમંદ દર્દીઓને વધારાનો બોજો પડશે.

પહેલા ડોનર સાથે બ્લડના પ્રોસેસિંગ ચાર્જના રૂ.૬૦૦ હતા જેને વધારી રૂ. ૮૦૦ કરવામાં આવ્યા જ્યારે ડોનર વગરના બ્લડ યુનિટના રુ.૧૦૦૦ હતા જેના રૂ‌.૧૨૦૦ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એકાએક ભાવવધારો કરવામાં આવતા રક્તદાતાઓમાં નારાજગી જોવા મળી છે.

ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી

ગોધરા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીમાં કેટલાક સેવાભાવી લોકો દ્વારા રક્તદાન કરવામાં આવતું હોય છે. ઉપરાંત બ્લડ કેમ્પો પણ કરવામાં આવતા હોવા છતાં અચાનક બ્લડ યુનિટના પ્રોસેસિંગ ચાર્જમાં વધારો ઝીંકવામાં આવતા જરૂરિયાતમંદ લોકો સહિત સેવાભાવી લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો