Panchmahal news: પોલીસ કર્મીની પત્નીએ ટ્રેન નીચે પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ
ગોધરા નજીક પોલીસ કર્મીની પત્નીએ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાની ઘટના

ગોધરા નજીક પોલીસ કર્મીની પત્નીએ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. ઘોઘંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની પત્નીએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરા તાલુકાનાં ધમણોદની મુવાડી ગામના 37 વર્ષના મંજુલાબેન નામની મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કાનપુરથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન નીચે પોલીસકર્મીની પત્નીએ પડતું મૂક્યું છે. ઘોઘંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભૂપેન્દ્ર બારીઆ નામના પોલીસ કર્મીની પત્નીએ આપઘાત કર્યો છે. મૃતક SRP ગ્રૂપ 5ના રૂમ નબર 6 પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા. રેલ્વે GRP અને RPF ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.




