બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બનતા લોકોમાં ખુશી, સુરતમાં વસતા લોકોએ કરી ઉજવણી
રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામા

રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નવો જિલ્લો બનતા કહીં ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં વસતા વાવ થરાદ અને ધાનેરા સહિતના ગામોના લોકોએ એક મિટીંગનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ફટાકડા ફોડવાની સાથે સાથે નારાઓ લગાવીને ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ડોક્ટર પર યુવકે કેમિકલથી કર્યો હુમલો, ગંભીર હાલતમાં તબીબને ખસેડાયા હોસ્પિટલ
લોકોએ ખુશી વ્યક્ત કરી
બનાસકાંઠાના વિભાજનની ખુશી સુરતમાં જોવા મળી રહી છે. સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો અલગ બનાવાતા સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સુરતમાં વસતા વાવ થરાદ ,ધાનેરા, સહિતના ગામોના વતનીઓ મિટીંગ યોજી હતી. સરકારના નિર્ણયને સુરતમાં વસતા વાવ થરાદની જનતાએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. એક બીજાને લોકોએ મિઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો હતો.
વિકાસ થશે તેવો લોકોને વિશ્વાસ
વવા થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે. બનાસકાંઠા એક માત્ર જિલ્લો હોવાથી લોકોને ખુબ જ અગવડ પડતી હતી. વાવ થરાદની જનતાએ 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. બનાસકાંઠાની સાથે હવે વાવ થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદનો સાચો વિકાસ થશે તેવી લાગણી સુરતમાં વસતા લોકોએ વ્યક્ત કરી હતી.








