મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: 'કોઈપણ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં', પૂરથી ત્રસ્ત જનતાએ લગાવ્યા બેનર્સ

વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ

વડોદરા: 'કોઈપણ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં', પૂરથી ત્રસ્ત જનતાએ લગાવ્યા બેનર્સ

વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક બાળુ શુકલ, મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, તથા કેટલાક કોર્પોરેટર વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા, પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.

 લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો

લોકસભા વિધાસભા કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકોની પ્રાથમિક સુવિધા મળતી હોતી નથી, ત્યારે મતદાનના બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે, પરંતુ આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઈ છે. સમગ્ર રાજ્ય ત્રીસ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે, તેનું મુખ્ય કારણ મધ્યમવર્ગ શિક્ષિત અને ધનિક વર્ગ પણ છે.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં 1976 પછી સૌ પ્રથમવાર સૌથી વધુ પૂરના પાણી નીચાણવાળામાં જ નહીં પરંતુ વિશ્વામિત્રીથી એક કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી  ફરી વળ્યા હતા. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારે પણ પાણી ભરાતા ન હતા, તેવા વિસ્તારોની સોસાયટીઓમાં એક માળ સુધી પાણી પહોંચી ગયા હતા.

 અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીમાં લાગ્યા બેનર્સ

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહી. એજ રીતે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો