મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : PCBની મોટી કાર્યવાહી, ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સહિત 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad News : રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં PCBએ મોટી

AHMEDABAD : PCBની મોટી કાર્યવાહી, ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સહિત 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad News : રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં  PCBએ મોટી કાર્યવાહી કરતા 5 દિવસમાં નરોડા, શાહપુર અને સોલા-હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  વિદેશી દારૂ સહિત 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 7 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે શહેરમાં પ્રોહિબિશન, જુગાર સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા આપેલઈ સૂચનાને આધારે PCBએ આ કાર્યવાહી કરી છે. 

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એ.મલિક

21 જૂન - નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર, રૂ.12,40,728નો મુદ્દામાલ જપ્ત 

PCBના અધિકારીઓને માહિતી મળી હતી કે હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર GJ-01-WM- 1424 નો ચાલક ગાડીમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટીઓ લઈ નાના ચિલોડા સર્કલથી સીધા દહેગામ સર્કલથી સીધા આગળ જવાનો છે.

PCBના  સ્ટાફે  આ કારનો પીછો કરી નરોડા સ્વપનીલ ગ્રુપની નવી બનતી સાઈટની સામે કેનાલ પાસેથી ક્રેટા ગાડીને પકડી પાડી ગાડીની પાછળની શીટ ઉપરથી તેમજ ડેકીમાંથી વિદેશી દારુની નાની મોટી સીલબંધ બોટલો તેમજ ટીનબીયર મળી કુલ 1266 રૂ.2,30,782 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.12,40,728નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારચાલક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

23 જૂન - શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર, રૂ.8,07,820નો મુદ્દામાલ જપ્ત 

PCBના  સ્ટાફને બાતમી મળી હતી કે શાહપુરમાં રહેતો આશિક અનવરહુસેન અજમેરી રાજસ્થાનથી એક સફેદ કલરની મારુતી કમ્પનીની ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારુની પેટીઓ મંગાવી તે ગાડી ખાનપુર જેપી ચોક ખાતે આવવાનો છે. આ  વિદેશી દારુનો જથ્થો આશિક અનવરહુસેન અજમેરી પોતાની સુઝુકી બર્ગમેન ટુ વ્હીલર નંબર GJ-01-XG-1536 લઈને લેવા આવવાનો છે.

PCBના  સ્ટાફના માણસોએ આ મારુતી કાર તેમજ બર્ગમેન ટુવ્હીલરની વોચ કર પીછો કરી શાહપુર કલ્યાણીવાડ (ખાનપુર) ના નાકે મારુતી ઈકો કાર નંબર RJ-16-CA-9010 તથા બર્ગમેન ટુ વ્હીલર નંબર GJ-01-XG-1536ને પકડી પાડયા હતા. 

મારુતી ઈકો ગાડીની પાછળની શીટ ઉપરથી તેમજ ડેકીમાંથી વિદેશી દારુની નાની મોટી સીલબંધ બોટલો તેમજ ટીનબીયર મળી કુલ 1488 નંગ રૂ.1,97,820  તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.8,07,820નો મુદામાલ ઝડપી લઈ નહી પકડાયેલ આરોપી આશીક અનવરહુસેન અજમેરી તથા મારુતી ઈકો કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. 

25 જૂન - સોલા-હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર, રૂ.8,97,820નો મુદ્દમાલ જપ્ત

PCBના  સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતી બ્રેઝા કાર નં.GJ-18-BM-2296નો ચાલક રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટીઓ લઈ આવી વૈષ્ણોદેવી સર્કલ બ્રીજ ઉપર થઈ સરખેજ તરફ જવાનો છે.

PCBના સ્ટફના માણસોએ વૈષ્ણોદેવી બ્રીજના દક્ષિણ તરફ ગોતા તરફના છેડે વોચ કરી મારુતી બ્રેઝા કાર નંબર GJ-18-BM-2296 ને પકડી પાડેલ જે સદર કારની પાછળની શીટ ઉપરથી તેમજ ડેકીમાંથી વિદેશી દારુની નાની મોટી સીલબંધ બોટલો તેમજ ટીનબીયર મળી કુલ 1008 નંગ રૂ.1,77,600 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.8,97,600નો મુદામાલ જપ્ત કર્યો હતો. 

આ કેસમાં રાજસ્થનાના બાડમેર જિલ્લાના ગુડામાલાની તાલુકાના બેરી ગામના 21 વર્ષીય કાર ચાલક ભોમારામ કાનારામ પ્રજાપતિ અને તેની સાથે રહેલા રાજસ્થાન જિલ્લાના ચિતલવાના તાલુકાના ગિરધારાધોરા ગામના અશોકકુમાર નાનારામ ભાટી(બિશ્નોઈ) સામે ગુનો નોંધ્યો છે. 

આ સમાચાર શેર કરો