VIDEO: Jambusarની હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, ડોક્ટર્સના અભાવે સમયસર નથી મળતી સારવાર
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હોવાન
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને પગલે હોસ્પિટલના ઈન્ચાર્જ ઓફિસર અંજનાબેન સ્વામીએ નિવેદન આપતાં કહ્યું કે, ડોક્ટરોની સંખ્યા ઘણી ઓછી છે. ઈન્ચાર્જ ઓફિસર અંજનાબેન સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, હોસ્પિટલમાં હાલ મંજૂર થયેલી જગ્યાઓ કરતાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે. આ કારણે દર્દીઓને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને અન્ય મોટી હોસ્પિટલોમાં રિફર કરવા પડે છે.
ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હોવાનો દાવો
અંજનાબેન સ્વામીએ જણાવ્યું કે, "અમે આ મુદ્દે ગંભીર છીએ અને ડોક્ટરોની ભરતી માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમે આરોગ્ય વિભાગને આ અંગે વિસ્તૃત અહેવાલ મોકલ્યો છે અને નવી નિમણૂકો માટે વિનંતી કરી છે." તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં હોસ્પિટલમાં નવા ડોક્ટરોની નિમણૂક થશે. જોકે, નાગરિકોનું કહેવું છે કે માત્ર આશ્વાસનો પૂરતા નથી. તેમને નક્કર પરિણામો જોઈએ છે. સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી નવા ડોક્ટરોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે કરાર આધારિત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, જેથી દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.






