રાજકોટ સિવિલમાં દવાઓનો જથ્થો ખૂટ્યો, દર્દીઓ બહારના મેડિકલ સ્ટોર્સમાંથી મોંઘી ટેબલેટ્સ લેવા મજબૂર
રાજ્યની રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટ સિવિલ હેસ્

રાજ્યની રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટ સિવિલ હેસ્પિટલમાં ડાયાબિટીસ બીપીની દવાઓ અને વિટામીન ડીની સરીપનો જથ્થો ખાલી થઈ ગયો છે.
મોંઘી દવાઓ લઈને સિવિલમાં સારવારનો ઘાટ સર્જાયો
જથ્થો ખાલી થઈ જતા દર્દીઓ હોસ્પિટલમા કેમ્પસમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી અથવા બહારના સ્ટોર્સમાંથી દવાઓ લેવા મજબૂર બન્યા છે. મોંઘીદાટ દવાઓ લઈને સિવિલમાં સારવારનો ખર્ચ દર્દીઓને મોંઘો પડી રહ્યો છે. સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ માટે તો બહારથી દવા લેવી તે અઘરું બન્યું છે.
મોટી સંખ્યામાં વિવિધ બિમારીઓની દવાઓ સિવિલમાં ખાલી
તાંણ, આચંકી, બ્લડપ્રેશરની , માનસિક બીમારીને નિવારવાની દવાઓ સિવિલમાં જ ખાલી થઈ ગઈ છે. ત્યારે આ મામલે સિવિલ સત્તાવાળો પણ સંપૂર્ણ પળે ચૂપકીદી સાધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ સિવિલ થેલેસેમીયા સહિત અનેક ઇન્જેક્શન અને દવાઓને લઈ વિવાદમાં આવી હતી.






