Mehsana news: વડનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીએ 6ઠ્ઠા માળેથી કુદકો મારી કર્યો આપઘાત
મહેસાણાના વડનગર સિવિલ હોસ્પિટલમાં એક દુ:ખદ ઘટના બની છે. દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા

મહેસાણાના વડનગર સિવિલ હોસ્પિટલમાં એક દુ:ખદ ઘટના બની છે. દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદકો મારી આપઘાત કરતા ચકચાર મચી છે. છેલ્લા ત્રણ દિવસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ બેડ ઉપરથી દોડી આવી ઓચિંતા છઠ્ઠા માળેથી કૂદકો મારતાં દોડધામ મચી હતી. તાત્કાલિક હોસ્પિટલ વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી છે.
મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસથી દાખલ સંજય ઠાકોર નામના દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદકો મારી આપઘાત કર્યો છે. સંજય ઠાકોર છેલ્લા કેટલાય દિવસથી ગંભીર બીમારીથી પીડિત હતા. અને ત્રણ દિવસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. બીમારીના કારણે માનસિક તણાવની સ્થિતિમાં હોવાનું ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં હોસ્પિટલ વહીવટીતંત્ર અને પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.




