હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીની આત્મહત્યા, ટીબીથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો
સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ટીબીથી કંટાળીને એક દર્

સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ટીબીથી કંટાળીને એક દર્દીએ હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીનો આપઘાત
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો.
બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.






