VIDEO: ભાજપ નેતા પર કોંગ્રેસના ટેકેદાર પર જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ
સોર્સ : gstv
પાટણના સાંતલપુરમાં ભાજપ નેતા પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. ચૂંટણીની અદાવત રાખીને કોંગ્રેસના ટેકેદાર પર જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો છે. સાંતલપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કરનાર દિપકસિંહ જાડેજા નામના યુવકને ટાર્ગેટ કર્યાનો આક્ષેપ છે.
રાજકીય અદાવતમાં ભાજપના નેતાએ દિપકસિંહના માથાના ભાગે લોખંડના હથિયાર વડે ઘાતક હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોંગ્રેસના ટેકેદાર દિપકસિંહ જાડેજાને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

