VIDEO: પાટણ શહેરમાં પ્રથમ વરસાદે જ તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી
પાટણ પંથકમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં પડેલા પાંચ ઇંચ વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, અને વરસાદ બંધ થયાના આઠ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. બિલ્ડરોની બેદરકારી અને તંત્રના નબળા આયોજનના કારણે અમીર-ગરીબ સૌ કોઈ આફતમાં મુકાયા છે. રામનગર-સંખારી રોડ પર પાણી ભરાતા અવરજવર પર અસર પડી છે, જ્યારે પદમનાભ રોડ પર ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. GSTVની ટીમે જ્યારે સ્થળ મુલાકાત લીધી, ત્યારે છ કલાક વીત્યા હોવા છતાં તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ મદદ માટે ન પહોંચતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની આ પોલ ખુલી જતાં, શું હવે આગામી દિવસોમાં પાટણના નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર કોઈ કાયમી નિકાલની વ્યવસ્થા કરશે?

