VIDEO : પાટણમાં સ્વચ્છતાની ઈ-રિક્શા ખરીદીમાં મોટા કૌભાંડની આશંકા
પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા ઈ રિક્શા સહિતના વાહનો યોગ્ય જાળવણીના અભાવે ટૂંકા ગાળામાં જ કન્ડમ અને ભંગાર હાલતમાં ફેરવાઈ જતાં સરકારી નાણાંનો ખુલ્લો બગાડ સામે આવ્યો છે. ખાસ કરીને રાધનપુર તાલુકાના પેદાશપુરા અને દૂદખા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલી ઈ-રિક્શાઓ હાલ સદંતર બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. આ નકામી સાબિત થયેલી ઈ-રિક્શાઓની ખરીદીમાં ખૂબ મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ સ્થાનિક આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આ ગંભીર બેદરકારી સામે પાટણ જિલ્લા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે માત્ર આ બાબતે તપાસ હાથ ધરાશે તેવો રટો લગાવીને પોતાના હાથ અધ્ધર કરી લીધા છે.

