VIDEO: પાટણ જિલ્લામાં વરસાદની રાહ ચોમાસું મોડું ખેડૂતો ચિંતિત
સોર્સ : GSTV
પાટણ જિલ્લામાં ચોમાસાના આગમન બાદ પણ મેઘરાજા મહેરબાન ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે 15 જૂનથી વાવેતરની શરૂઆત થાય છે, પરંતુ જુલાઈના બીજા દિવસે પણ વરસાદ ન પડતાં કૃષિ પરિસ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લામાં અત્યાર સુધી માત્ર 30 ટકા જેટલું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે મગફળી અને બીટી કપાસનો સમાવેશ થાય છે. વરસાદના અભાવે ખેડૂતો ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ બિયારણ, ખાતર, ખેડ અને મજૂરીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ભારે ખર્ચ છતાં ઉત્પાદનનું યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. હવે ખેડૂતોની નજર સારા વરસાદ પર ટકેલી છે.

