પાટણમાં ખેતરમાં ઉભી કરાયેલી નકલી યુનિવર્સિટીનો પર્દાફાશ,UGC- ગુજરાત સરકારે જ આપી હતી મંજૂરી

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલી હદે લોલંલો ચાલી રહ્યું છે જાણે કે કોઈ જોનારા જ નથી. પાટણ વિસ્તારમાં MK યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે મંજૂરી આપી છે. UGCએ પણ ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા આરી છે. જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે એમ.કે. યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યું હતું.
ખાનગી યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા
UGAએ મંજૂરી આપી તે પત્રમાં પણ આ ખાનગી યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવાયું છે, આ સ્થળની તપાસ કરતાં માલુમ પડ્યું કે, આ સ્થળે માત્ર M.K. યુનિવર્સિટીનું બિલ્ડીંગ દર્શાવાયું છે, તે ખેતપેદાશના ગોડાઉન જેવું છે. વાસ્તવમાં આ બધુંય યુજીસીના નિયમો-શરતોને આધિન નથી.

આ સમગ્ર પ્રકરણ મુદ્દે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને મળી રજૂઆત કરી હતી કે એમ.કે. યુનિવર્સિટીનો સોદો કરી દેવાયો છે.
આ પણ વાંચો: તાંત્રિક નવલસિંહે રાજકોટની યુવતીની હત્યા કરીને મૃતદેહના કર્યા હતા ટૂકડા, અવશેષો શોધશે પોલીસ
જીતેન્દ્ર યાદવ નકલી ડીગ્રી કૌભાંડમાં હાલ રાજસ્થાનની જેલમાં
રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે. આ જીતેન્દ્ર યાદવ નકલી ડીગ્રી કૌભાંડમાં હાલ રાજસ્થાનની જેલમાં છે. આ ઉપરાંત માતરવાડીમાં M.K. યુનિવર્સિટીની બિલ્ડિંગ દર્શાવામાં આવી છે, જ્આં એકેય વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. અધ્યાપક સહિત અન્ય કોઈ સ્ટાફ સુદ્ધાં નથી. આમ ખાનગી યુનિવર્સિટી ફક્ત ને ફક્ત કાગળ પરજ ધમ ધમી રહી છે.

