તાંત્રિક નવલસિંહે રાજકોટની યુવતીની હત્યા કરીને મૃતદેહના કર્યા હતા ટૂકડા, અવશેષો શોધશે પોલીસ

પરિવારના સભ્યો સહિત 13 લોકોની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પિવડાવીને હત્યાના મૃત્ક આરોપી અને તાંત્રિક નવલસિંહે રાજકોટની એક યુવતીની હત્યા કરી ટૂકડા કરી નાંખ્યા હતા. માર્ચ-2024માં જેની હત્યા કરાઈ હતી તે રાજકોટની નગમા નામની યુવતીના મૃતદેહના અવશેષો શોધવા અમદાવાદની સરખેજ પોલીસ રાજકોટ પોલીસને જાણ કરશે.
તાંત્રિક નવલસિંહ ખરા અર્થમાં સિરિયલ કિલર
તાંત્રિક નવલસિંહ ખરા અર્થમાં સિરિયલ કિલર હોવાની વિગતો સરખેજ પોલીસની તપાસમાં સ્પષ્ટ થઈ રહી છે. એવી ચોંકાવનારી વિગચો ખુલી છે કે નવલસિંહે રાજકોટના ભગવતીપરામાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકોને વિધીના બહાને પડધરી નજીક ઝેરી પાવડર પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે તેમની પુત્રીની હત્યા બાદ શરીરના ટૂકડા કરી મૃતદેહને વાંકાનેર નજીક દાટી દીધો હતો. રાજકોટના 62 વર્ષના વૃદ્ધ કાદર અલી મુકાસમ પરેશાની દૂર કરવા તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા.
કાદરભાઈ તેમના પત્ની અને પુત્રના મૃતદેહ પડધરી નજીક મોટા રામપાર ગામે જંગલમાં ખરાબ હાલતમાં પડેલી રીક્ષામાંથી મળ્યા હતા, અને તમામને આપઘાત કર્યાની વિગતો સાથે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી. જોકે નવલસિંહે આ તમામને પણ પાવડર પીવડાવીને હત્યા કર્યાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: કળિયુગનો લક્ષ્મણ : ભાભીની બંને કિડની ફેલ થતા દિયરે કિડની આપીને બક્ષ્યું નવજીવન
કાદરભાઈની પુત્રી નગમાની નવલસિંહે હત્યા કરી મૃતદેહના ટૂકડા કરી દઈને અવશેષો વાંકાનેર નજીક દાટી દીધા હતા. સરખેજ પોલીસનું કહેવું છે કે નવલસિંહે કેફિયત આપી હતી કે નગમા સાથે લાગણી બંધાઈ જતા તેને ઘરે લાવ્યો હતો, ત્યારે પત્નીએ વિરોધ કર્યો હતો. પત્નીએ વિરોધ કરતાં નગમાની હત્યા કરી નાખીને મૃતદહેના ટૂકડા કર્યા હતા. સરખેજ પોલીસના જણાવ્યા અનુસાર નગમા અને તેના પરિવારના સભ્યોની હત્યા કેસમાં નવલસિંહના પરિવારના સભ્યોની સંડોવણી હોવાની મજબૂત આશંકા છે.
નવલસિંહે 13 વર્ષમાં કુલ 12 હત્યા કરી
નવલસિંહે 13 વર્ષમાં કુલ 12 હત્યા કરી હતી. તેના પરિનવારના ત્રણ સભ્યોને બાદ કરતાં બાકીના આઠ લોકોની હત્યા બાબતે નવલસિંહની કેફિયતની ખાકપી કરવા માટે પોલીસે તેના 13 વર્ષના મોબઈલફોન લોકેશન મેળવ્યા હતા, અને પરિવારજનોના પણ કોલ રેકોર્ડસ મેળવ્યા હતા.
તેમાં મૃતકોના મૃતદેહો મળ્યાં તેની આસપાસના વિસ્તારમાં નવલસિંહના લોકેશન મળી આવ્યા છે. 1) અસલાલી- વિવેક ભાનુભાઈ ગોહિલ વર્ષ 2021 2) સુરેન્દ્રનગર બી ડિવીઝન દિપેશભાઈ પાટડિયા, તેમના પત્ની પ્રફુલ્લાબેન અને પુત્રી ઉત્સવી. માર્ચ 2023માં આ પરિવારના મૃતદેહો દુધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચે મળ્યાં હતાં. (3) પડધરી પોલીસ સ્ટેશન- રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ, તેમની પત્ની ફરીદાબહેન અને પુત્ર આસિફનો મૃતદેહ મોટા રામપર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો. પુત્રી નગરની હત્યા કરીને મૃતદેહના ટૂકડા કર્યા હતા. (4) અંજાર- રાજ બાવાજી નામના શખ્સની પાઉડર પીવડાનીને હત્યા કરી હતી. (5) બે વર્ષ પહેલાં માતા અને દાદીની હત્યા કરી હતી.

