VIDEO:સિદ્ધપુરમાં કોંગ્રેસનો વિરોધ, મોંઘવારી-બેરોજગારી મુદ્દે સરકાર સામે હલ્લાબોલ
સોર્સ : GSTV
પાટણની સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે પ્રાંત કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારણા કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.પ્રદર્શનકારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને મોંઘવારી ઘટાડવા, રોજગારીની તકો વધારવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવાની માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનથી સ્થાનિક સ્તરે રાજકીય હલચલ જોવા મળી છે.

