VIDEO: મોંઘવારી-બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગેસના ખાલી સિલિન્ડર સાથે કાઢી વિશાળ વિરોધ રેલી
સોર્સ : gstv
પાટણના રાધનપુરમાં સતત વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ સમિતિ આક્રમક મૂડમાં જોવા મળી હતી. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગેસના ખાલી સિલિન્ડર સાથે વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ રેલી સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલના વધતા ભાવો અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગેસ સિલિન્ડરનો ભાવ ઓછો કરવા તેમજ પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાની ઉગ્ર માંગ કરી હતી.

