સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જનમેદની ઉમટી: અત્યાર સુધીમાં અંદાજે 6 લાખ યાત્રિકોએ લીધી મુલાકાત

સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જનમેદની ઉમટી: અત્યાર સુધીમાં અંદાજે 6 લાખ યાત્રિકોએ લીધી મુલાકાત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો હવે બુધવારે મધ્યાંતરે પહોંચતા મેળામાં પાંચમાં દિવસે સિદ્ધપુરના શહેરીજનો તેમજ આસપાસના ગામોમાંથી લોકો રાત્રીએ મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. જેમાં રાત્રી દરમિયાન વિવિધ રાઈડ્સ પર અવનવી રોશનીથી મેળો ઝળહળી ઉઠ્યો હતો. જેમાં એકમના દિવસે 50 હજાર યાત્રિકોએ મેળાને મહાલ્યો હતો.

સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં અંદાજીત છ લાખ યાત્રિકો ઉમટ્યા

સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ તા. 21 નવેમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યો હતો. મેળાના પાંચમા દિવસે સિદ્ધપુર શહેર તેમજ આસપાસનાં ગામનાં લોકોએ મોટી સંખ્યામાં મેળાનો આનંદ લીધો હતો. પૂનમની રાત્રીએ શહેરીજનો મેળા સ્થળે ઉમટી પડ્યાં હતા. જ્યારે પૂનમે ઘરે આવેલા મહેમાનો જતા શહેરીજનોએ પણ મેળાનો આનંદ માણ્યો હતો. છેલ્લા ચાર દિવસથી ચાલતો લોકોત્સવ એકમે રંગબેરંગી અવનવી રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાસ કરીને એકમે વર્ષોથી શહેરમાં દરેકના ઘરે મહેમાન હોય છે. જેની આગતા-સ્વાગતામાં શહેરીજનો લાગેલાં હોય છે. જેથી પૂનમ બાદ મહેમાનો વિદાય લેતા શહેરીજનો મેળાની છેલ્લાં બે દિવસ મજા માણે છે. બારસથી લઈને પૂનમ સુધી સાડા પાંચ લાખ યાત્રિકો આવ્યા હતા. એકમે વધુ યાત્રિકો આવતાં સિદ્ધપુરમાં 6 લાખ યાત્રિકોએ મુલાકાત લીધી હતી.

જાહેરાત

મેળામાં સૌથી વધુ ઝીરો ગ્રેવીટી રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર

સિદ્ધપુર કાત્યોકના મેળામાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઝીરો ગ્રેવીટી રાઈડ્સ જોવા મળી હતી. કારણ કે કાત્યોકના મેળામાં આ રાઈડ્સ સૌ પ્રથમવાર જોવા મળી હતી. આ રાઈડ્સમાં કેન્દ્ર ત્યાગી બળને કારણે મુસાફરોને ખાસ અનુભવ થાય છે. આ રાઈડ શરૂ થતાં જ તેની ગતિ ધીમે ધીમે વધે છે અને સેન્ટ્રિફ્યુગલ ફોર્સના કારણે મુસાફરોને સીટ સાથે ચોંટેલા હોવાનો અનુભવ થાય છે. રાઈડની ગતિ અને હલનચલનને કારણે જાણે ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ હોય તેવો અહેસાસ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત